cURL Error: 0 ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈન ઓળંગતા વાહનચાલકોને દંડ થશે ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈન ઓળંગતા વાહન ચાલકોને દંડ કરવામાં આવશે - PratapDarpan
5.4 C
Munich
Saturday, February 21, 2026

ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈન ઓળંગતા વાહનચાલકોને દંડ થશે ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈન ઓળંગતા વાહન ચાલકોને દંડ કરવામાં આવશે

Must read

શહેરના માર્ગો પર વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને, શ્રી કોર્પોરેશનની ટ્રાફિક પ્રોજેક્ટ વિંગ દ્વારા શહેરના મુખ્ય ટ્રાફિક જંકશન પર ઝેબ્રા ક્રોસિંગ અને સ્ટોપ માર્કિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશના ભાગરૂપે કાલાઘોડા સર્કલ, બરોડા ઓટોમોબાઈલ ત્રણ રસ્તા, બીએસએનએલ ત્રણ રસ્તા, શનિ મંદિર ચાર રસ્તા અને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિતના મહત્વના જંકશન પર ઝેબ્રા ક્રોસિંગ અને સ્ટોપ માર્કિંગ કરવામાં આવ્યું છે.

અવારનવાર એવું જોવા મળે છે કે વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ પર ઝેબ્રા ક્રોસિંગ સુધી વાહન ચલાવે છે, જેના કારણે રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના મુખ્ય જંકશન પર માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી વાહનચાલકોને ક્યાં થોભવું તેની સ્પષ્ટ માહિતી મળે અને રાહદારીઓ સલામત રીતે રસ્તો ઓળંગી શકે.

મુન. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જ્યારે ટ્રાફિક સિગ્નલ લાલ હોય ત્યારે વાહનચાલકોએ ઝીબ્રા ક્રોસિંગ પહેલા સફેદ સ્ટોપ લાઈન પર થોભવું ફરજિયાત છે. જો કોઈ વાહનચાલક ઝેબ્રા ક્રોસિંગ પર પોતાનું વાહન પાર્ક કરે તો પોલીસ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરશે. તેમજ નાગરિકોને રોડ ક્રોસ કરવા માટે હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article