BCAની ચૂંટણીમાં પારદર્શિતાને લઈને વિવાદ, ચૂંટણી અધિકારીને ઉમેદવારની રજૂઆત BCAની ચૂંટણીમાં પારદર્શિતાને લઈને વિવાદ

Date:

BCA (બરોડા ક્રિકેટ એસોસિએશન) ની આગામી તારીખ 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને વિવાદ ઊભો થયો છે. રોયલ એન્ડ રિવાઈવલ જુથ તકાફના ફાયનાન્સ કમિટીના પદ માટેના ઉમેદવારે બીસીના મુખ્ય ચૂંટણી અધિકારી વરેશ સિન્હાને પત્ર લખીને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ચૂંટણીનું સ્થળ નાનુભાઈ અમીન માર્ગ, રામબાગ ખાતે નક્કી કરવામાં આવ્યું છે, જે સ્પર્ધક ઉમેદવારના પ્રભાવ હેઠળ છે, રજૂઆતમાં જણાવાયું છે. આવી સ્થિતિમાં ચૂંટણી યોજવી એ ચૂંટણીની આચારસંહિતા વિરુદ્ધ છે અને મતદારોને પ્રભાવિત કરવાની સંભાવના છે. ચૂંટણી પ્રક્રિયામાં બીસીએ અને એલેમ્બિક ઈન્ડસ્ટ્રીઝ લિ. ના સ્ટાફની મિલીભગતથી ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે.

મતદાર યાદીના મુદ્દે પણ ગંભીર ઘટસ્ફોટ થયો છે. બીસીએ દ્વારા મૃતક સભ્યોના નામ ધરાવતી મતદાર યાદીની વિગતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે ખોટા મતદાનની શક્યતા ઉભી થાય છે. મતદાન દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે BCA દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડને બદલે માત્ર સરકાર દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ID નો ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

તેમજ તા. 15મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો તહેવાર હોવાથી અનેક સભ્યો ધાર્મિક અનુષ્ઠાન, ઉપવાસ અને પૂજા-અર્ચનામાં વ્યસ્ત હોવાથી મતદાનની ટકાવારીને અસર થવાની શક્યતાઓ પણ દર્શાવી છે.

આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ ઉમેદવારે ચૂંટણી સ્થળને નિષ્પક્ષ સ્થળે બદલવા, અપક્ષ વ્યક્તિઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા, મતદાર યાદીમાં સુધારો કરવા, ચૂંટણીની તારીખ પુન: નક્કી કરવા અને તમામ ઉમેદવારોની તાત્કાલિક બેઠક બોલાવવા માંગણી કરી છે.

બીસીએની ચૂંટણીને લઈને રિવાઈવલ ગ્રુપનો ખુલાસો

રિવાઇવલ જૂથના મુખ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાયુ અમીન 2013ની BCA ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મહારાજા સમરજિત સિંહ ગાયકવાડ સામે ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. તે સમયની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજમહેલના બેડમિન્ટન કોર્ટમાં મતદાનનું સ્થળ રાખવામાં આવ્યું હતું.

તે સમયે મુખ્ય ચૂંટણી અધિકારી એડવોકેટ હતા, જે મહારાજા સમરજિત સિંહ ગાયકવાડના કેસ પણ લડી રહ્યા હતા. મતગણતરી માટે કોઈ તૃતીય પક્ષની નિમણૂક કર્યા વિના, મતગણતરી પ્રક્રિયા લગભગ 20 દિવસ સુધી ચાલુ રહી.

વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અપનાવવામાં આવી હતી અને માત્ર 8 કલાકમાં મત ગણતરી પૂર્ણ થઈ હતી. ચૂંટણી જાહેર થતાંની સાથે જ પરિસરની સંપૂર્ણ જવાબદારી મુખ્ય ચૂંટણી અધિકારીની છે તે પણ સ્પષ્ટ કર્યું છે.

રિવાઇવલ જૂથના સૂત્રોએ દાવો કર્યો છે કે જેઓ હાલમાં મતદાન મથકને લઈને વિરોધ કરી રહ્યા છે તેમાંથી કેટલાક અગાઉ અપેક્ષિત બેઠકમાં મતદાન મથક અંગેના નિર્ણય સાથે સંમત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related