![]()
સુરત આઈટીના દરોડા: ડાયમંડ સિટી સુરતમાં બુધવારે (28મી જાન્યુઆરી) વહેલી સવારથી આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. આઇટી વિભાગની ડીડીઆઇ વિંગ દ્વારા શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ જૂથોના પરિસરમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. અગ્રણી ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના દરોડામાં ભાગીદારોની તપાસ ચાલી રહી છે.
IT વિભાગના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા
માહિતી અનુસાર, આવકવેરા વિભાગની ટીમો બુધવારે (28 જાન્યુઆરી, 2026) સૂર્યોદય પહેલા આગળ વધી રહી હતી. IT વિભાગના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ઉદ્યોગપતિઓના રહેણાંક મકાનો, ઓફિસો અને રિયલ એસ્ટેટ સાઇટ પ્રોજેક્ટ સહિત અનેક સ્થળોએ ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શોક વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશના મોટા સમાચાર, સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર
તપાસનું લક્ષ્ય કોણ છે?
આઈટી વિભાગના આ દરોડામાં સુરતના અનેક મોટા માથાઓની પણ તપાસ થઈ રહી છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા પરિવારના લક્ષ્મી ગ્રૂપ પર તપાસ શરૂ થઈ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનિલ બગદાણા અને તેના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. અનિલ બગદાણાના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભૂતની પણ આઈટી વિભાગે અટકાયત કરી છે.
ઉદ્યોગમાં ફફડાટ
ગજેરા પરિવાર જેવી મોટી હસ્તીઓ પર ITના દરોડા પડતાં સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા ઉદ્યોગપતિઓએ તેમના નાણાકીય વ્યવહારો અને ઓફિસોમાં તકેદારી રાખવાનું શરૂ કર્યું છે.


