![]()
અમદાવાદમાં RTE પ્રવેશ: અમદાવાદમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને વર્ગોની સંખ્યાની વિગતો મંગાવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મુજબ આગામી સમયમાં પ્રવેશ જાહેર થાય ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.
શાળાઓને ખાસ ચકાસણી ફોર્મ આપવામાં આવ્યું હતું
આ પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ શહેરની અંદાજે 1300 ખાનગી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સીઆરસીને આ કામગીરી સોંપવામાં આવી છે. શાળાઓને એક ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં ધોરણ I માં વર્ગોની સંખ્યા, RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થીઓની માહિતી માંગવામાં આવી છે. નિયમ પ્રમાણે, શાળાઓમાં ધોરણ 1 ના ‘નોન-RTE’ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ RTE બેઠકો નક્કી કરવામાં આવે છે, જેના કારણે આ વિગતો એકત્રિત કરવી હિતાવહ બને છે.
આ પણ વાંચોઃ અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસમાં આગ, મુસાફરો બચાવાયા
આંકડાકીય વિગતો જોઈએ તો, દર વર્ષે અમદાવાદ શહેરમાં આશરે 12,000 બેઠકો પર RTE હેઠળ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં, અમદાવાદ શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 1 થી 8 ના કુલ અંદાજે 90,000 વિદ્યાર્થીઓ RTE હેઠળ મફત શિક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાળાઓની બેઠકોની અંતિમ સંખ્યા જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
