અમરેલીઃ રાજુલાના વિક્ટર ગામની આરોગ્ય કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ અમરેલીના રાજુલામાં આરોગ્ય કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને રાખ

0
9
અમરેલીઃ રાજુલાના વિક્ટર ગામની આરોગ્ય કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ અમરેલીના રાજુલામાં આરોગ્ય કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને રાખ

રાજુલામાં આરોગ્ય કચેરીમાં આગ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે આવેલ બ્લોક હેલ્થ ઓફિસમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઓફિસમાં રહેલી દવા આગની લપેટમાં આવી ગઈ હતી.

સ્થાનિકો અને તંત્રની તાત્કાલિક કામગીરી

આગ લાગતા જ ઓફિસ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

અમરેલીઃ રાજુલાના વિક્ટર ગામની આરોગ્ય કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ અમરેલીના રાજુલામાં આરોગ્ય કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને રાખ

ઘટનાની જાણ થતા જ રાજુલા ફાયર વિભાગ અને 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચોઃ પંચમહાલમાં ખનીજ માફિયાઓનો ધમધમાટ: અધિકારીઓનો ઓડિયો મેસેજ વોટ્સએપ ગ્રુપ દ્વારા વાયરલ

નુકશાન અને શોધ

પ્રાથમિક વિગત મુજબ આ આગમાં આરોગ્ય કચેરીમાં રાખેલ દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું મનાય છે. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગનું કારણ જાણવા વહીવટીતંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here