![]()
સુરતમાં અમિતાભ બચ્ચન: ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સિઝન-3 આજે (9 જાન્યુઆરી) સુરતના પીપલોદમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઈ રહી છે, ત્યારે ક્રિકેટરમાંથી બૉલીવુડ સ્ટાર બનેલા ISPLના ઉદઘાટન સમારોહમાં આવ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન સુરતના એક બિઝનેસમેનના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બચ્ચનને જોવા માટે મોટી ભીડ ઉમટી પડતાં એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.
બિગ બીને જોવા માટે ભીડ ઉમટી પડતાં કાચનો ગેટ તૂટી ગયો હતો
અહેવાલો અનુસાર, સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ISPLની હાઈ-ઓક્ટેન ટેનિસ-બોલ T10 ક્રિકેટ લીગમાં બોલિવૂડ અને ક્રિકેટના દિગ્ગજો દર્શાવવામાં આવશે. જેમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સૂર્યા સહિતના સ્ટાર્સ ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ અને સમારોહમાં મહાનુભાવો પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ચાહકો ફોટા પડાવવા માટે ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: સાયલન્ટ હીરોઝ: અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600 થી વધુ લોકોના જીવ બચાવ્યા
અમિતાભ બચ્ચન સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા રેસિડેન્સીમાં ઉદ્યોગપતિ સુનિલ શાહના ઘરે પહોંચ્યા હતા. જો કે, જ્યારે ચાહકોને તેની જાણ થઈ ત્યારે તેઓ પણ ત્યાં ગયા હતા. બચ્ચન સહિતના સ્ટાર્સની તસવીરો જોવા અને લેવા માટે ભીડ કાબૂ બહાર જતાં અસ્તવ્યસ્ત વાતાવરણ સર્જાયું હતું.
દરમિયાન બચ્ચનને જોવા આવેલા ટોળામાં નાસભાગ મચી જવાથી રેસીડેન્સીના એન્ટ્રી ગેટનો કાચ તૂટી ગયો હતો. જોકે, ભીડને કાબૂમાં લીધા બાદ પોલીસે અમિતાભ બચ્ચનને ભીડમાંથી બહાર કાઢીને હોટલમાં લઈ ગયા હતા.


