cURL Error: 0 સખીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત અક્ષયપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત થયું હતું. - PratapDarpan
5.4 C
Munich
Saturday, February 21, 2026

સખીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત અક્ષયપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત થયું હતું.

Must read

સખીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત અક્ષયપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત થયું હતું.

– ધોળકા-ખેડા હાઈવે પર અકસ્માત

– બે યુવકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા, અકસ્માત સર્જીને નાસી છૂટેલા ડમ્પર ચાલક સામે ફરિયાદ

બગોદરા: ધોળકા-ખેડા હાઈવે પર સાકપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારી હતી. બાઇક પર સવાર ત્રણ મિત્રો પૈકી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રો ઘાયલ થયા હતા. આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

બારેજાના દર્શનકુમાર ચંદુભાઈ દરજીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, તેમના મિત્ર સૌરવભાઈ રાજુભાઈ રાવળ સાથે તેઓ બારેજાથી સખીપુર માતાજીના માંડવામાં હાજરી આપીને પોતાના ઘરે બારેજામાં પરત ફરી રહ્યા હતા. સખીપુર ગામના બસ સ્ટેન્ડથી સાહા ગામ તરફ જઈ રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર ત્રણ મિત્રો નીચે પટકાયા હતા અને ડમ્પર પલ્ટી મારતા આકાશ દરજીનું ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું હતું. જ્યારે દર્શનકુમાર દરજી અને સૌરવ રાવલને પણ ઈજા થઈ હતી.

આ મામલે ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જેના પગલે દર્શનકુમાર દરજીએ ધોળકા ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article