![]()
વડોદરા કારમાં આગ : વડોદરાના વારસિયા વિસ્તારમાં મોડી રાત્રે પાર્ક કરેલી ત્રણ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વારસિયા વિસ્તારમાં આરટીઓ પાછળ આવેલી અંબિકા નગર સોસાયટીના પ્લોટમાં ગઈકાલે રાત્રે રહીશોએ પોતાની કાર પાર્ક કરી હતી ત્યારે અચાનક ફટાકડા જેવા અવાજથી તેઓ જાગી ગયા હતા.
જ્યારે લોકો બહાર આવ્યા ત્યારે તેઓએ જોયું કે થાર કારનો આગળનો ભાગ અને તેની આસપાસની બે કાર આગની લપેટમાં આવી ગઈ હતી. જેથી ફાયર બ્રિગેડને જાણ કરતાં પાણીગેટની ટીમે અડધા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
ઉપરોક્ત બનાવના કારણ અંગે રહસ્યના વંટોળ ઉઠયા છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ઘટના પાછળનું કારણ જાણવા સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

