SURAT : સેન્ટ્રલ ઝોને ત્રણ ત્રણ વાર મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી.. રસોઈયો ઇજાગ્રસ્ત !!
SURAT : હરી ભરા ભવાનીવડ હનુમાન શેરી કાંટે આવેલ અને જૂના જર્જરી બે મકાનો આજે વહેલી સવારે તૂટી પડ્યા હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો હતો. જોકે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ પાંચ માળના મકાન માલિકને ત્રણ ત્રણ વાર મકાન ખાલી કરવાની નોટિસો આપ્યા બાદ પણ મકાન માલિકે મકાન ખાલી ન કરતા આજે વહેલી સવારે પાંચ માળનું મકાન તૂટી પડ્યું હતું અને જેની અસર બાજુના એક માલના મકાનને થઈ હતી અને આ મકાન પણ ધરાસાઈ થયું હતું. આ મકાનમાં શંકર પ્રજાપતિ નામના રસોઈયા ને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. વંદે મકાનનો કબજો સેન્ટ્રલ ઝોનને સોંપી દેવામાં આવ્યો હોવાની વિગત ફાયર બ્રિગેડ એ આપી હતી.ALSO READ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણીઃ ચીખલીમાં સૌથી વધુ, ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, હરીપરા ભવાનીવડ હનુમાન શેરી ખાતે પાંચ માળ અને એક માળનું મકાન આવેલું છે. એક માળના મકાન માલિકનું નામ રિશીત રાજેશભાઈ ડોક્ટર અને પાંચ માળ ના મકાન માલિકનું નામ અરવિંદ કાંતિલાલ શાહ, બાલાજી પ્રજાપતિ, ભરતભાઈ શાહ અને ભીખાભાઈ શાહ છે. આજે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં જૂનું અને જર્જરી પાંચ માર્ક નું મકાન તૂટી પડ્યું હતું. અને જેનો કાટમાળ બાજુના એક માળના મકાન પર પડતા આ મકાન પણ જરા સહી થઈ ગયું હતું. પાંચ માળના મકાનમાં રહેતા રસોઈયા શંકર પ્રજાપતિ ના માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ વાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર મહેશ પટેલ અને ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, પાંચ માળ નું મકાન જૂનું અને જર્જરીત હોવાને કારણે સેન્ટ્રલ ઝોન ના અધિકારી દ્વારા મકાન ખાલી કરવા માટેની ત્રણ ત્રણ વાર નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ મકાન માલિકે મકાન ખાલી કર્યું ન હતું. આ બંને ધરાશય થયેલા મકાનનો ખાલી કબજો સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર મહેન્દ્ર ગામીતને સુપ્રત કરવામાં આવ્યો હતો.