સુરેન્દ્રનગર: શહેરમાં ચાર રસ્તા પર સીસીટીવી દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે. અને વાહનચાલકોને ટ્રાફિકના ભંગ બદલ ઈ-મેમો આપવામાં આવે છે. છતાં ઘણા વાહનચાલકો દંડ ભરતા નથી. શહેરમાં એક વર્ષમાં જે વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યા હતા તે પૈકી 6490 વાહનચાલકોએ નોટિસ આપવા છતાં દંડ ભર્યો ન હતો. આવા વાહનચાલકો પાસેથી 44 લાખનો દંડ વસૂલવાનો બાકી છે. જેના માટે 22મી જૂનના રોજ લક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં ટ્રાફિકનો ભંગ કરનારાઓ સામે નેત્રમની ટીમ સીસીટીવી કેમેરાથી વોચ રાખી રહી છે. આવા વાહન ચાલકોને ઈ-મેમો મોકલીને દંડ ફટકારવામાં આવે છે. એક વર્ષમાં 6490 વાહનચાલકો ઈ-મેમ ભરતા ન હોવાથી મેસેજ અને નોટિસ મોકલીને 22મી જૂને યોજાનારી લોક અદાલતમાં બાકીના મેમો ભરવા તાકીદ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર વિસ્તારમાં પોલીસની નેત્રમ ટીમ દ્વારા 57 સ્થળોએ 257 સીસીટીવીનું મોનીટરીંગ કરવામાં આવ્યું છે અને ઈ-મેમ ઈશ્યુ કરવામાં આવ્યા છે. 22-6-24ના રોજ પ્રિલિટેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

6490 ઈ-મેઈલ પૈકી આજદિન સુધી ઈ-મેઈલ દંડ ન ભરનાર વાહનચાલકો સામે મેસેજ અને ઈ-ચલણ મોકલીને રૂ.45,00,700 વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા લોક અદાલતમાં ભરવાની નોટિસ મોકલી છે. આથી જે વાહન ચાલકોએ દંડ ભરવાનો બાકી હોય તેઓ તા.21-6-24 સુધીમાં નેત્રમ પોલીસ અધિક્ષકની કચેરી જવાહર ગ્રાઉન્ડ, લીંબડી પોલીસ સ્ટેશન, ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ભરી શકશે. આ સિવાય https// echalllanpayment.gujarat.gov.in પર ઓનલાઈન ભરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here