11
સુરત કોર્પોરેશન: ભાજપના નેતાઓ સત્તાના નશામાં ધૂત હોવાની અનેક ઘટનાઓ હાલમાં પ્રકાશમાં આવી રહી છે. હાલમાં સુરત મનપાના શાસક પક્ષના નેતા અંગત કારણોસર સુરતથી કાર લઈને નીકળ્યા હતા અને અકસ્માત સર્જાયો હતો. સુરતના શાસક પક્ષના નેતાની કાર ઉત્તર પ્રદેશના અલ્હાબાદ પહોંચી અને ત્યાં અકસ્માત થયો. આ કાર નેતા દ્વારા પાલિકાના કોઈપણ કામ વગર ખાનગી કામ માટે લઈ ગયા હતા. અલ્હાબાદમાં અકસ્માત થાય તો શું નગરપાલિકા ખર્ચ ઉઠાવશે કે ખાનગી કામ માટે કાર લઈ જનાર નેતા ભોગવશે? તે ચર્ચા સાથે સુરતથી કાર લઈને નીકળતા નેતાઓનો વિવાદ બહાર આવ્યો છે.
સુરત પાલિકાના પદાધિકારીઓને પાલિકા દ્વારા ઇનોવા કાર ફાળવવામાં આવે છે.