7
સુરત ભાજપ : આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન મજબૂત કરવા વોર્ડ પ્રમુખોની નિમણૂક કરી છે અને હવે શહેર પ્રમુખો માટે કવાયત હાથ ધરી છે. ભાજપે શહેર પ્રમુખ માટેના માપદંડ જાહેર કર્યા છે જેમાં પ્રમુખ બનવા ઈચ્છતી વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી ન હોવી જોઈએ અને સસ્પેન્ડ કરાયેલ વ્યક્તિ પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે નહીં. જોકે, અગાઉ શરૂ થયેલા સંગઠન ઉત્સવમાં આ માપદંડનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી સદસ્યતા અભિયાનની જવાબદારી ભૂતકાળમાં સસ્પેન્ડ થયેલાઓને સોંપવામાં આવી હતી. આમ, સંગઠન પક્ષ અને સંગઠન પ્રમુખ માટે ભાજપનો માપદંડ અલગ-અલગ હોવાની ચર્ચા શરૂ થઈ છે.
સુરત ભાજપ સંગઠનને મજબૂત કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે અને વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર પ્રમુખ માટે નિરીક્ષકો આવ્યા છે.