4
સુરાઃ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં, કેટલીક સેવાભાવી સંસ્થાઓએ વિનામૂલ્યે વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અટકાવવા પહેલ કરી.. તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળામાં જઈને જાતીય સતામણી કેવી રીતે અટકાવવી તેનું સરળ શિક્ષણ આપી રહ્યા છે. સંસ્થા દ્વારા શિક્ષકોને પણ વૈજ્ઞાનિક શૈલીમાં તાલીમ આપવામાં આવી હતી. પરંતુ સરકારના પરિપત્રનું અર્થઘટન કરીને સમિતિએ અટકાવી દીધી હતી. જોકે, હવે શહેરમાં ફરી એકવાર યુવતીઓની છેડતીના બનાવો વધી રહ્યા છે, જેથી શિક્ષણ સમિતિએ ફરી સામાજિક સંસ્થાઓ સાથે મળીને ‘ગુડ ટચ બેડ ટચ’નું શિક્ષણ આપવા અંગે વિચારણા શરૂ કરી છે.