પશુ પક્ષ પર હુમલો : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં સુરતમાં કેટલાક પશુપાલકોની દાદાગીરી ચાલી રહી છે. આજે પાલિકાના વરાછા ઝોનમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પાલિકાએ પણ હઠીલા પશુપાલકો સામે પોલીસ ફરિયાદ કરવાની કવાયત હાથ ધરી છે.