Wednesday, December 4, 2024
Wednesday, December 4, 2024
Home Gujarat સુરતમાં ગટરની સમસ્યાને પગલે રોગચાળાનો ભય: પુણા સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ

સુરતમાં ગટરની સમસ્યાને પગલે રોગચાળાનો ભય: પુણા સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ

by PratapDarpan
3 views
4


સુરત કોર્પોરેશન : સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી રોડ પર ઉભરાતી ડ્રેનેજ લાઇનના પાણીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી સમસ્યાના કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. રસ્તા પર ઉભરાતા ગંદા પાણીના કારણે બાળકોને શાળાએ જતી વખતે પણ હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ડ્રેનેજના પાણી રોડ પર ઉભરાવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે.

You may also like

Leave a Comment

Exit mobile version