સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે કલાકોની શોધખોળ બાદ લાશ શોધી કાઢી | સવજી કોરાટ બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું સુરત ફાયર ટીમે લાશ બહાર કાઢી

0
2

સુરત સમાચાર: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. મંગળવારે (20મી જાન્યુઆરી) સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી નદીમાંથી શોધખોળ હાથ ધર્યા બાદ આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

યુવકે અચાનક નદીમાં ઝંપલાવ્યું હતું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આજે સવારે એક અજાણ્યો યુવક સુરતના સવજી કોરાટ બ્રિજ પર પહોંચ્યો હતો. આ યુવકે કોઈ પણ વિચાર કર્યા વગર અચાનક નદીના પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટાઈલ પાવડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ

ફાયરના જવાનોએ નદીમાં જુદી જુદી દિશામાં યુવકોની શોધખોળ કરી હતી. જો કે કલાકોની જહેમત બાદ ફાયર વિભાગને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કબજે કરી આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. તેણે આ પગલું કેમ ભર્યું તે રહસ્ય જ રહ્યું. પોલીસે યુવકની ઓળખ કરવા અને પરિવારનો સંપર્ક કરવા તપાસ તેજ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here