સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા માટે ઘણી કામગીરી કરી રહી છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ કર્યા બાદ પણ લોકો કચરાના ઢગલા કરે છે. સુરતના પુમા-વરાછાના અનેક વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સુરતને નંબર વન બનાવવા માટે અનેક વિસ્તારોમાં લોકો જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવીને વિલન બની રહ્યા છે. કચરો ફેંકનાર સામે કોઈ દંડનીય કાર્યવાહી ન થતાં સુરતના અનેક વિસ્તારોમાં ફરી ગંદકી જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી નંબર વન બનવા માટે કવાયત કરી રહી છે પરંતુ આવા લોકોના કારણે સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ રહી શકે છે.