Tuesday, December 24, 2024
Tuesday, December 24, 2024
Home Gujarat સમા કેનાલ રોડ પર ડમ્પર ચાલકે બાઇક સવારને કચડી નાખ્યો હતો

સમા કેનાલ રોડ પર ડમ્પર ચાલકે બાઇક સવારને કચડી નાખ્યો હતો

by PratapDarpan
5 views
6

વડોદરા,સમા કેનાલ રોડ પર રોંગ સાઇડ બાઇક લઇને આવી રહેલા યુવાનને ડમ્પરના ફરતા પૈડા અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમા કેનાલ રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સમા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રમાણિક ત્રણ રસ્તાથી કેનાલ રોડ પર નિલકાંત સોસાયટી સામેના રોડ પર અકસ્માત સર્જાયો હતો. પોલીસે તપાસ હાથ ધરતા બાઇક ચાલક રોંગ સાઇડથી આવતો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ત્યારે ડમ્પરે ટક્કર મારતાં તે રોડ પર પટકાયો હતો.

You may also like

Leave a Comment

Exit mobile version