![]()
સુરત સમાચાર: સુરતના ગોડાદરા વિસ્તારમાં આવતીકાલે એટલે કે 8 જાન્યુઆરીએ આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. “બહુ થઈ ગયું, શ્રવણ જોષી નિર્દોષ છે” અને “સુરત માંગે ન્યાય” ના સૂત્રો સાથે આ સભાને લઈને શહેરનું રાજકારણ ગરમાયું છે. જોકે, આ બેઠક યોજાય તે પહેલા જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો છે.
સનાતન ધર્મ યુવાનોનો વિરોધ
આ બેઠકની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક સનાતન ધર્મ યુવા સંગઠનો સામે આવી ગયા છે. યુવાનોના કહેવા પ્રમાણે જેમની સામે ગંભીર આરોપો છે તેમના સમર્થનમાં આવી સભાઓ યોજીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર “ભ્રષ્ટાચાર અને ખંડણીનો વિરોધ કરો”ના સંદેશાઓ પણ ફરતા થયા છે. આવતીકાલે સભાના સ્થળે યુવાનો કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરે તેવી શકયતા છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા શ્રવણ જોશીની છેડતીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટી આ ધરપકડને રાજકીય લિંચિંગ ગણાવી રહી છે અને તેના સમર્થનમાં ગોડાદરાના ખોડિયાર ચોકમાં રાત્રે 8:00 કલાકે સભાનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ યેસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચોઃ કલોલ પોલીસ અને ભાજપના કાર્યકારી પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
પોલીસ તૈનાત
સભા અને સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને ગોડાદરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે.
સનાતન ધર્મના એક યુવકે કહ્યું, ‘આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સનાતન વિરોધી માણસ છે જે હંમેશા ધર્મને ખોટી રીતે રજૂ કરે છે. ક્યારેક તેઓ ભગવત ગીતાનું તો ક્યારેક આપણા કથા વાચકોનું અપમાન કરે છે. કાલે ગોડાદરામાં આ વ્યક્તિની સભાનું બેનર અમે જોયું કે તેનું રાજકારણ બતાવવા માટે. તમામ સનાતની ભાઈઓએ તેનો વિરોધ કર્યો છે. જો તેઓ આવતીકાલે બેઠક યોજશે તો અમે તેનો વિરોધ કરીશું.’

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/08/vadodara-bjp-mla-latter-2026-01-08-20-18-45.jpg?w=218&resize=218,150&ssl=1)
