વડોદરાGACL કંપનીમાં કામ કરતા 57 વર્ષીય કામદારનું ફરજ પર મૃત્યુ થયું હતું. કંપનીએ વળતરની માંગણી ન સ્વીકારી હોવાથી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો ન હતો.
રણોલી કાની મંગલ ચાલીમાં રહેતા 57 વર્ષીય મૂળજીભાઈ ચતુરભાઈ પઢિયાર ગઈકાલે રાત્રે આઠ વાગ્યે જી.એ.સી.એલ. કંપનીમાં કામ કરતી વખતે અચાનક પડી જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ, તેનો જીવ બચાવી શકાયો ન હતો. મોતનું કારણ જાણવા માટે જવાહરનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન મૃતકના પરિવારજનોએ વળતરની માંગ કરી છે. પરંતુ, કંપની દ્વારા તેમની માંગણી ન સ્વીકારવામાં આવતાં તેઓએ મૃતદેહ ન સ્વીકારી ગોત્રી હોસ્પિટલમાં જ ધરણા કર્યા હતા. જો કંપની દ્વારા કોઇ સંચાર નહીં થાય તો આવતીકાલે ધરણા કરવામાં આવશે. તેવું એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું છે.