વડોદરા કોર્પોરેશન ત્રણ ઝોનમાં 10 વર્ષ માટે ડોર-ટુ-ડોર કલેક્શનના કામો ભાડે આપશે


વડોદરા: વડોદરા શહેરમાંથી રોજેરોજ પેદા થતા ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સહિત 10 વર્ષ માટે ટેન્ડરમાં દર્શાવ્યા મુજબની કામગીરી હાથ ધરવા ત્રણ અલગ-અલગ ઝોન માટે ટેન્ડર બહાર પાડવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે. જેમાં આઠ કલાકની કામગીરી માટે રૂ.5515ના ભાવે નાના વાહનો સહિતના ભાવ અંગે નિર્ણય લેવામાં આવશે.

એક તરફ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ ખૂબ જ અનિયમિત છે અને તે અંગે શહેરીજનો તેમજ કોર્પોરેટરો તરફથી વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. બીજી તરફ ડોર ટુ ડોર વાહનોના કારણે સર્જાતા અકસ્માતના કારણે બાળકના મોત જેવા ગંભીર બનાવો પણ બન્યા છે. ત્યારે ડોર ટુ ડોર વર્ક લીઝ આપવાની દરખાસ્ત ફરી એકવાર સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version