2
વડોદરા : વડોદરામાં ઉતરાણ દરમિયાન ચાઈનીઝ માલસામાન પર પ્રતિબંધ મુકવામાં આવતા પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તાજેતરમાં માંજલપુર વિસ્તારમાંથી પોલીસે 1000 નંગ ચાઈનીઝ તુક્કલ સાથે બે યુવકોની ધરપકડ કરી હતી. જ્યારે પાણીગેટ વિસ્તારમાંથી વધુ એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે.
એક દુકાનદાર પાસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો હોવાની બાતમી મળતાં SOGની ટીમે પાણીગઢના મહેમાન શોપિંગ સેન્ટરમાં દરોડો પાડ્યો હતો.