4
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ સિરીઝની મેચ આજે (22 ડિસેમ્બર, 2024) વડોદરાના કોટામ્બી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અમે તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 22, 25 અને 27 ડિસેમ્બર 2024ના રોજ 3 મેચની ODI શ્રેણી રમાશે. પ્રથમ બે મેચ ડે-નાઈટ મેચ હશે અને ત્રીજી મેચ ડે મેચ હશે.