મેઘરાજાએ વિદાય લેતા અમદાવાદ સહિત 8 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી ઉપર, 3 ડિગ્રી વધવાની શક્યતા


હવામાન સમાચાર: ચોમાસાની વિદાયની સાથે જ સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો પણ ઉંચકવા લાગ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના આઠ શહેરોમાં ગઈકાલે (7 ઓક્ટોબર) સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

અમદાવાદમાં ગઈ કાલે સરેરાશ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધારે હતું. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદનું તાપમાન 20 ઓક્ટોબર સુધી 35 થી 37 ડિગ્રી વચ્ચે રહેશે તેવું હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાની આગાહી છે.

આ પણ વાંચોઃ જાફરાબાદથી રાજુલા ખાખધજ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકો પરેશાન

ગઈકાલે ગાંધીનગરમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.5, અમરેલી 35.7, વડોદરા 36.3, રાજકોટ 36.8, ડાંગ 37.6, સુરત 37.2, ડીસા 37.8, નલિયા 38.2 નોંધાયું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version