વેરાવળ-જૂનાગઢ હાઇવે પર માર્ગ અકસ્માત : રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના માળીયા હાટીના નજીક ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક રહીશો અને આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
હાલ મળતી માહિતી મુજબ માળીયા હાટીના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.