મહેસાણામાં આઇટીના દરોડા મહેસાણા સ્થિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેના ભાગીદારો સામે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.
24થી વધુ સ્થળો પર આઈટીના દરોડા
તાજેતરના અહેવાલો અનુસાર, રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા લગભગ 24 સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં આ તપાસ ચાલી રહી છે.