અરવલ્લી સમાચાર: અરવલ્લીના ભિલોડા આર.જી.બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભિલોડા ભાજપ યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને માર માર્યો હતો. આ મામલે દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે (16મી જાન્યુઆરી) શામળાજી અને ભિલોડાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. જેના કારણે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી ભિલોડાની આર.જી. 9મી જાન્યુઆરીના રોજ કોલેજ બસના ડ્રાઈવર સાથે બારોટ વિદ્યાર્થીની બોલાચાલી બાદ ટ્રસ્ટી અને ભિલોડા ભાજપ તાલુકા યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યો હતો અને ‘લફા મારી જાતી પટ્યા’ કહી ગાલ પર માર માર્યો હતો. ટ્રસ્ટીના મારથી ઘવાયેલા વિદ્યાર્થીને માથામાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ચોર 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયાની ચોરી! માણેકબાગમાં ઘરફોડ ચોરી
બાદમાં વિદ્યાર્થીની માતાએ ટ્રસ્ટી દેવાંગ બારોટ વિરુદ્ધ 10 જાન્યુઆરીએ ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ટ્રસ્ટી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. આ ઘટના બાદ આદિવાસી ડુંગરી ગરાસિયાએ જનરલ કમિશન અને સમસ્ત સમાજ દ્વારા અરજી કરી કાર્યવાહીની માંગ કરી હતી.