ભાવનગર જિલ્લામાં ચાર દિવસમાં છ જીવલેણ હુમલાઃ ભાવનગર શહેરમાં જીવલેણ હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાવનગરમાં દિવાળીની લોહીયાળ રાત્રિમાં ત્રણ લોકોની હત્યાની ઘટના હજુ તાજી છે. દરમિયાન ભાવનગર શહેરમાં વધુ બે જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આજે (3 નવેમ્બર) ભાવનગર શહેરના બબાલના શિશુવિહાર સર્કલ અને ખારગેટ વિસ્તારમાં કુલ ચાર લોકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.