ભાવનગરમાં ઓવરટેકિંગ મુદ્દે ચાલક પર ફાયરિંગ, બોચાસણ ટોલ રોડ પરથી બે શખ્સો ઝડપાયા

0
29
ભાવનગરમાં ઓવરટેકિંગ મુદ્દે ચાલક પર ફાયરિંગ, બોચાસણ ટોલ રોડ પરથી બે શખ્સો ઝડપાયા

ભાવનગર: શહેરના સુભાષનગર અજયવાડી વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ઓવરટેક કરવા બાબતે બાઇક અને કાર ચાલક વચ્ચે મારામારી થતાં બે બાઇક સવારોએ કાર ચાલક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમે બાતમી આધારે કાર્યવાહી કરી બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરી મોટર સાયકલ પર આવેલા બે શખ્સોને સ્ટીલના મેગેઝીન સાથે પિસ્તોલ જેવા હથિયાર અને એક કારતૂસ સાથે ઝડપી લીધા હતા. ભાવનગરમાં ડ્રાઇવર પર ફાયરિંગ કર્યા બાદ આ બંને યુવકો અહીં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે બંનેની અટકાયત કરી ભાવનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના અજયવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ઓવરટેક કરવા બાબતે કાર અને બાઇક ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં એક બાઇક સવારે ફાયરિંગ કર્યું હતું. કાર પર હથિયાર. આ દરમિયાન શખ્સોએ ફાયરિંગ કરી બાઇક પર ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સંદર્ભે ઘોઘા રોડ પોલીસે બંને ફરાર સામે ઇ.પી.કો. આર્મ્સ એક્ટની કલમ 427, 114 અને કલમ-25(1), 25(1B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે સીટી ડીવાયએસપી આર.આર.સિંધલે જણાવ્યું હતું કે, ઘોઘા રોડ પોલીસ વિસ્તારમાં સુભાષનગર એરપોર્ટ રોડ નજીક અજયવાડી નજીક ગઈકાલે મોડી સાંજે ઓવરટેક કરવાને લઈને કાર અને બાઇક વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના પગલે બે વ્યક્તિઓએ સ્વીફ્ટ કાર પર ફાયરિંગ કર્યું હતું અને નાસી છૂટ્યા હતા. . પોલીસે તે ફાયરિંગ ગન છે કે એર ગન તે અંગે તપાસ કરી રહી છે અને આ શખ્સને પકડવા માટે પરિપત્ર કર્યો છે. દરમિયાન બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમે બાતમી આધારે કાર્યવાહી કરતા બોચાસણ ટોલનાકા ખાતે નાકાબંધી કરી મોટર સાયકલ પર આવેલા બે શખ્સોને સ્ટીલના મેગેઝીન સાથે પિસ્તોલ જેવા હથિયાર અને એક કારતૂસ સાથે ઝડપી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here