
ગુજરાતમાં અકસ્માતઃ આજે ભાઈબીજના તહેવાર પર રાજ્યમાં ત્રણ ગોઝારા અકસ્માતો સર્જાયા છે. સુરતના માંગરોળના વાંકલ પાસે એક સાથે છ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર અને 4 બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


