વડોદરાઃ સ્વરોત્તમ અને સુરોત્તમ તરીકે જાણીતા પદ્મશ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયનું મુંબઈમાં 90 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવ્યું. આજે મોક્ષદા એકાદશીના શુભ દિવસે પવિત્ર આત્માનું વિદાય એ જ દર્શાવે છે કે તેઓ સાચા અર્થમાં સુરના સાધક હતા.
વડોદરા પુરુષોત્તમભાઈના મોસાળ છે, તેમની માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં રહેતા હતા જ્યારે તેમની બહેન કાપડી પોળમાં રહેતી હતી.
વડોદરા ખાતે પુરૂષોત્તમભાઈના પરિચિત ઉપેન્દ્ર સોની (લાલાભાઈ)એ જણાવ્યું હતું કે ‘પુરૂષોત્તમભાઈ જ્યારે પણ વડોદરા આવતા ત્યારે તેઓ હોટેલમાં રહેતા ન હતા પરંતુ તેમના પરિચિતો ત્યાં કે મારા ઘરે રોકાતા હતા.