અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં વાહનોના બેદરકારીથી ચલાવવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતે મોતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. પતિ-પત્ની બાઇક પર પીરાણા પાસેથી પસાર થતા હતા. આ સમયે ગાયને બચાવવા માટે બ્રેક મારતાં ડમ્પર ચાલકે ટક્કર મારતાં દંપતી રોડ પર પડી ગયું હતું, જ્યાં પત્નીના બંને પગ પર ટાયર ફરી વળતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ સંદર્ભે ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વિરમગામમાં દંપતી મંદિરે દર્શન કરી રહ્યા હતા ત્યારે બાઇકને ટક્કર મારતા ડમ્પરના ટાયર નીચે મહિલાનો પગ કચડાઇ ગયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
વટવામાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત 9મીના રોજ યુવક અને તેની પત્ની વિરમગામ ખાતે માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે કમમોદથી અસલાલી જતા રોડ પર પીરાણા ગેટ પાસેથી પસાર થતા હતા.
આ સમયે રોડ પર એક ગાય આવી જતાં ગાયને બચાવવા બ્રેક મારતાં પતિ-પત્ની ડમ્પર ચાલકે ટક્કર મારતાં રોડ પર પટકાયા હતા, જ્યાંથી પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ બનાવ સંદર્ભે ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


