પીએમ મોદી દિવાળી સેલિબ્રેશન: વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે તેમના પ્રવાસના બીજા દિવસે તેમણે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાત લીધી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હવે વડાપ્રધાન મોદી કચ્છ પહોંચી ગયા છે, જ્યાં તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.