પરેશ ધાનાણી સહિત 50 કાર્યકરો જામીન પર મુક્ત, સુરતમાં ધરણા પહેલા અટકાયત

પરેશ ધાનાણી સહિત 50 કાર્યકરો જામીન પર મુક્ત, સુરતમાં ધરણા પહેલા અટકાયત

પરેશ ધાનાણી સહિત 50 કાર્યકરો જામીન પર મુક્ત, સુરતમાં ધરણા પહેલા અટકાયત

અમરેલી નકલી પત્ર કૌભાંડ: સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપના આંતરિક જૂથવાદનો ભોગ બનેલી એક પાટીદાર યુવતીનો મુદ્દો સુરત સહિત ગુજરાતમાં ગુંજી રહ્યો છે. સોમવારે (13 જાન્યુઆરી), સુરતના માનગઢ ચોક, વરાછામાં ધરણા પર બેસતા પહેલા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત લગભગ 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને સાંજે 5:00 વાગ્યાની આસપાસ તેઓને જામીન પર છોડવામાં આવ્યા હતા.

આજે સુરતમાં ધરણાનો કાર્યક્રમ હતો

સુરતના વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણીએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે, પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી કાર્યકરો વરાછાના માનગઢ ચોકમાં ધરણા પ્રદર્શન કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]