![]()
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેર પોલીસે શહેરના મેળાના મેદાન પાસેથી પસાર થતા શંકાસ્પદ બાઇક પર બે શખ્સોને અટકાવી તેમની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ 34 રીલ (રૂ. 10,200) મળી આવી હતી. પોલીસે ચાઈનીઝ દોરાની એક રીલ, એક બાઇક (રૂ. 20,000) મળી કુલ રૂ. 30,200નો મુદ્દામાલ કબજે કરી ધર્મેશભાઇ વાલજીભાઇ લોદરીયા અને સંજયભાઇ ગણેશભાઇ લોદરીયા (બંને બુટવારા, હળવદ) સામે ગુનો નોંધ્યો હતો.

