અમદાવાદ, રવિવાર
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ગાંધીનગર પોલીસમાં નોંધાયેલા ભાજપના મહિલા કાર્યકર પર બળાત્કારના કેસમાં ત્રણ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પોલીસ ધારાસભ્યની ધરપકડ ન કરતી હોવાનો રાજકીય દબાણનો આક્ષેપ થઈ રહ્યો છે. તે જ સમયે, આ મામલે ફરિયાદીએ પોલીસની કામગીરી અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, અને તેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત ધારાસભ્ય દ્વારા ખાનગી માણસો મોકલીને કેસ પતાવવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે.
ગાંધીનગર સેક્ટર-21માં ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર પર બળાત્કાર ગુજારવાના મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ 19 ઓક્ટોબર, 2024ના રોજ પ્રતિંજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.