દ્વારકામાં અનુપમાની સિરિયલના શૂટિંગનો વિવાદ: દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ ખાતે લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાવવાને લઈને વિવાદ સર્જાયો છે. આ બાબતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડ્રોનને જપ્ત કરી લીધું હતું અને નિર્માતાએ સિરિયલના શૂટિંગ માટે પરવાનગી લીધી છે કે નહીં તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
દ્વારકામાં ડ્રોન ઉડાવવાનો વિવાદ
કોઈપણ સ્થળે ડ્રોન ઉડાડવા માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવી જરૂરી છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જેના કારણે લોકોમાં ઉત્સુકતા સાથે ચર્ચા પણ જાગી હતી.