જામનગર સમાચાર: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે હાલારના દરિયા કિનારે તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે અને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારની વાત કરીએ તો જામનગરના બેડી બંદર પર બેડી મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડો સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

બેડીમંડરના દરિયા કિનારે મુકેલી માછીમારી બોટ સહિતના સાધનોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. બેડી મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડોની મોટી ટીમ સામેલ હતી, અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રવિ મોહન સૈની અને લાલપુર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિકારી પ્રતિભાના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જામનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી ડો. જયવીરસિંહ ઝાલા, તથા ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સુરક્ષા કામગીરીમાં એલસીબીની ટીમ એસઓજી શાખાની સ્કવોડ મરીન પોલીસ સ્ટેશન અને મરીન કમાન્ડો સ્કવોડ જોડાઈ હતી.



