દિલ્હી દરવાજા પાસે કિન્નરના ઘરમાં તલવાર, છરી લઈને ઘૂસી તોડફોડ કરી

રવિવાર

દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચેની સીમાને લઈને ફરી એક વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ કિન્નરના ઘરમાં ઘૂસી તલવાર અને ધોકા વડે તોડફોડ કરી હતી અને બહાર પડેલી લારી પલટી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શાહપુર પોલીસે આતંક મચાવનાર ચાર લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જતી વખતે ધમકી આપી હતી કે, આજે તું હાથમાં આવ્યો નથી, ફરી હાથ આવ્યો તો જાનથી મારી નાખીશુંઃ શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દિલ્હી દરવાજા પાસે કોટની રોંગ ખાતે રહેતા અને યજમાન તરીકે કામ કરતા એક કિન્નરે શાહપુર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અન્ય કિન્નરો સાથે યજમાનની હદ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં શનિવારે મોડી રાત્રે તે ઘરે હતો ત્યારે ત્રણ શખ્સો તલવાર અને કટલેસ સાથે આવ્યા હતા અને અપશબ્દો બોલી ઘરમાં ઘૂસી ગયા હતા.

જોકે, ફરિયાદી ગભરાઈને બાજુના ઘરે ગયો હતો. આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી ઘરની બહારની લારી પલટી નાખી હતી અને જતી વખતે ફરીયાદીને ધમકી આપી હતી કે, આજે તું પકડાયો નથી, ફરી પકડાઈશ તો જાનથી મારી નાખીશું. આ બનાવ સંદર્ભે શાહપુર પોલીસે આતંક મચાવનાર ચાર લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version