દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાપુતારામાં 9 ઈંચ, આ જિલ્લામાં આજે રેડ એલર્ટ

0
40
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાપુતારામાં 9 ઈંચ, આ જિલ્લામાં આજે રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાપુતારામાં 9 ઈંચ, આ જિલ્લામાં આજે રેડ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વધુ એક ઇનિંગ ધમાકેદાર શરૂ થઇ છે. દક્ષિણ ગુજરાતના 12 તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ડાંગના સાપુતારામાં 7.4 ઈંચ, આહવામાં 7.8 ઈંચ નવસારીના ખેરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનનો 67 ટકા વરસાદ 23 ઈંચ સાથે નોંધાયો છે. આજે (5મી ઓગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાટણ, મહેસાણા, સુરત, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

વલસાડમાં મોડી રાત્રે NDRF દ્વારા માછીમારોને બચાવી લેવાયા હતા

વલસાડના હિંગળાજ ગામમાં ઔરંગા નદીનું જળસ્તર વધી જતાં સાત માછીમારો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા. મોડી રાત્રે NDRF દ્વારા માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે ટીડીઓ અને મામલતદાર અને વલસાડ ગ્રામ્ય પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ અહીં ગુજરાતમાં CM આવવાના હતા, તો રાતે રસ્તો બનાવ્યો, સવારે ફરી ખોલી તંત્રની પોલ

સાપુતારામાં 9 ઈંચ વરસાદ

રાજ્યમાં રવિવારે (4 ઓગસ્ટ) 105 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી હતી. જે પૈકી દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડયો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સતત બીજા દિવસે આક્રમક રીતે 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નદીઓમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં 172 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા હતા. ડાંગના સાપુતારામાં 9 ઈંચ, આહવામાં 7.4 ઈંચ, નવસારીના ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઈંચ સહિત સર્વત્ર મેઘ મહેર જોવા મળી હતી. નવસારી જિલ્લાની ત્રણ નદીઓમાં ઘોડાપૂર આવતા પૂરના મેદાનો અને નીચાણવાળા વિસ્તારોને અસર થઈ હતી અને સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લામાં, સાંબેલાધારમાં સરેરાશ 6.6 ઇંચ વરસાદ નોંધાયો હતો અને નદીઓ તેમના કાંઠે વહેવા લાગી હોવાથી 19 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. સાપુતારાના ડુંગરોમાં સૌથી વધુ 9 ઈંચ સહિત સાર્વત્રિક વરસાદથી જિલ્લો ડૂબી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here