6
જામનગર જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદે ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં દરેડ-મસીતિયા રોડ પર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 895 લીટર દેશી દારૂ, વાહનો સહિત કુલ 7.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં હરદન ગુજરિયા અને દેવસુર ઘોડા નામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે.