જામનગર રેઈન અપડેટ : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘરાજાએ પુનઃ પ્રવેશ કર્યો છે અને જામજોધપુરમાં શનિવારે બે ઈંચ વરસાદ પડ્યા બાદ ગઈકાલે પણ મેઘમહેર જોવા મળી હતી. જેમાં ખાસ કરીને શેઠવડલા ગામમાં ગત રવિવારે સાંજે અઢી ઇંચ વરસાદ પડયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે 42 ખાડામાં 40 મી.મી. વરસાદ પડ્યો છે.