અમદાવાદમાં AI ઇન્ટરસેપ્ટર વેન: અમદાવાદ ટ્રાફિક પોલીસ નવા વર્ષથી ટ્રાફિકને વધુ સુગમ બનાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ કરવા જઈ રહી છે. જ્યાં સિગ્નલ ન હોય અથવા ભારે ટ્રાફિક હોય કે ટ્રાફિક જામ હોય તેવા સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવશે, ટ્રાફિક નિયમનની સાથે 14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવશે. આવી પાંચ AI ઇન્ટરસેપ્ટર મેમો વાન કાર્યરત કરવામાં આવી છે.