સુરતમાંથી 14 નકલી તબીબો ઝડપાયા બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીઓની ટીમ ઝડપાયા બાદ, ગુજરાતમાં નકલી ન્યાયાધીશો, કોર્ટ, પોલીસ અને PMOના અધિકારીઓની બોલબાલા વચ્ચે સુરતમાંથી 14 નકલી ડૉક્ટરો ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-4 પોલીસે બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરી છે.
સુરતમાંથી 14 જેટલા બોગસ તબીબો ઝડપાયા
મળતી માહિતી મુજબ, સુરત ઝોન-4 પોલીસ દ્વારા નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી અંગેની માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરી છે.