1
વિશ્વ ન્યુમોનિયા દિવસ: ગુજરાતમાં હવે શિયાળાની મોસમ દસ્તક આપી રહી છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હૃદય ઉપરાંત શ્વાસના દર્દીઓમાં વધારો જોવા મળે છે. શિયાળામાં ન્યુમોનિયાના કેસમાં પણ તીવ્ર વધારો જોવા મળે છે. ગુજરાતમાં એક જ વર્ષમાં ન્યુમોનિયાના 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક વર્ષમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 980 બાળકોના મોત થયા છે.