ગુજરાતમાં છ દિવસથી ‘ભારે’, આવતીકાલથી ફરી વરસાદ થશે, આ જિલ્લામાં સૌથી મોટો ખતરો


અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીઓમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સર્જાશે. જેના કારણે 3જી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ્સ બનશે જે પાછળથી નીચા દબાણ, ડીપ ડિપ્રેશનમાં વિકસશે. 6ઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ

રાજ્યના 183 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 11.69 ઈંચ વરસાદ ભરૂચના વાલિયામાં નોંધાયો છે. જ્યારે તાપીના સોનગઢમાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ત્રાટક્યા, તાપી જિલ્લામાં 350થી વધુ લોકોને બચાવાયા, નદીઓ ગાંડીતૂર બની

ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ

3જી સપ્ટેમ્બર: છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

ચોથી સપ્ટેમ્બરઃ ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

5મી સપ્ટેમ્બર બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version