ગાંધીધામના ખારીરોહર પાસે બાવળની ઝાડીમાંથી કરોડો રૂપિયાના કોકેઈનના 13 પેકેટ ઝડપાયા

0
57
ગાંધીધામના ખારીરોહર પાસે બાવળની ઝાડીમાંથી કરોડો રૂપિયાના કોકેઈનના 13 પેકેટ ઝડપાયા

ગાંધીધામઃ કચ્છનો દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત બની રહ્યો છે. સૌથી વધુ ડ્રગ્સ કચ્છમાંથી ઝડપાઈ રહ્યું છે. ત્યારે ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસે બાવળની ઝાડીમાંથી ગુજરાત ATSએ કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા હતા. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં કરોડોમાં ગણાય છે.

ATS સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSએ ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોકેઈનની કિંમત 7 થી 8 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોવાનો અંદાજ છે. ATSએ સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે, અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠીરોહર પાછળ દરિયાની ખાડીમાંથી મળેલા 80 કિલો કોકેઈનના પેકેટ અને નોન હેરિટેજ કોકેઈનના પેકેટમાં સમાનતા જોવા મળી હતી.

ગુજરાત એટીએસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. જેમાં કંડલાથી ખારીરોહર બાજુના રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ બાવળની ઝાડીમાં અલગ-અલગ જગ્યાએ કોકેઈનના 13 પેકેટ મળી આવ્યા હતા. ખારીરોહર ખાતેથી મળેલા 13 પેકેટો અગાઉ મીઠીરોહર નજીક દરિયા ખાડીમાં મળેલા 800 કરોડની કિંમતના 80 પેકેટ જેવા જ હતા. ATS, પૂર્વ કચ્છ SOG, LCB દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ. અને સ્થાનિક બી-ડિવીઝનની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યાં પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલા 13 પેકેટ કબજે કર્યા બાદ એફએસએલને રિપોર્ટ માટે એફએસએલ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. આ બાવળની ઝાડી આસપાસ સ્થાનિક પોલીસ દ્વારા અન્ય પેકેટ શોધવા માટે સર્ચ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ જપ્તી અંગે એટીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ માહિતી સાપ્તાહિક જાહેર કરવામાં આવશે. (ફાઇલ ફોટો)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here