સુરત : મહાત્મા ગાંધીએ ખાદીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું શસ્ત્ર બનાવ્યું હતું, પરંતુ આઝાદી પછી ખાદી વિસરાઈ ગઈ હતી. જો કે સમયની સાથે ખાદીના રંગો બદલાયા છે જેના કારણે આધુનિક સમયમાં ખાદી ઝડપથી ફેશનેબલ બની રહી છે. ખાદીનો લુક સારો થઈ રહ્યો હોવાથી હવે યુવાનો પણ ખાદી તરફ આકર્ષાઈ રહ્યા છે. હાલમાં સુરતના ખાદી મેળામાં 100થી વધુ સ્ટોલ પણ ખાદીનું વેચાણ કરી રહ્યા છે. કપડાંની સાથે ખાદીનાં કપડાં, સીટ, ચાદર, કુશન કવરનું પણ વેચાણ થઈ રહ્યું છે.