કોટન શર્ટ-પેન્ટ અને મેનમેઇડ ફાઇબર બેડશીટ્સ-પડદાની નિકાસમાં 25 ટકાનો વધારો થશે. FTAનો ગુજરાતને ફાયદો

Date:

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર તા

ક્લોથ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ભારત અને યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર થયા બાદ સુરતમાંથી માનવમેઇડ ફાઇબરમાંથી બનેલા બેડશીટ અને પડદા સહિત ગુજરાતમાંથી કોટન શર્ટ અને પેન્ટ અને હોમ ટેક્સટાઇલ સહિતના કપડાની નિકાસમાં વધારો થવાની શક્યતા છે. હાલમાં, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે કાપડનો વેપાર આશરે 263 અબજ ડોલર છે. તેમાંથી ભારતનો બિઝનેસ માંડ આઠ અબજ ડોલરનો છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખના જણાવ્યા મુજબ 25 ટકાનો વધારો થવાની શક્યતા છે.

અમદાવાદના મસ્કતી ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે અમેરિકાએ ટેરિફનો બેરેજ ગોઠવીને ભારતના ટેક્સટાઈલ નિકાસકારોને વિકટ પરિસ્થિતિમાં મૂકીને દરવાજા બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ એક દરવાજો બંધ થતાં બાર દરવાજા ખુલે છે, યુરોપિયન યુનિયન સાથેના મુક્ત વેપાર કરારે સુતરાઉ કાપડ ઉત્પાદનોની નિકાસ માટેના દરવાજા ખોલ્યા છે. ભારતીય નિકાસકારોને ઓછી ડ્યુટી પર 27 દેશોના માર્કેટમાં એન્ટ્રી લેવાનો અવકાશ મળશે. પરિણામે નિકાસમાં વધુ બે અબજ ડોલરનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાંથી સુતરાઉ વસ્ત્રોની નિકાસ વધશે. જ્યારે સુરતમાંથી મેનમેઇડ ફાઇબર અને કોટન બ્લેન્ડેડ બેડશીટ અને પડદા સહિત હોમ ટેક્સટાઇલની નિકાસ વધશે. પુરુષોના વસ્ત્રો મુખ્યત્વે કોટન શર્ટ, પેન્ટ અને ટી-શર્ટની નિકાસ કરે છે.

યુરોપિયન યુનિયન સાથેના મુક્ત વેપાર કરારને કારણે, ભારતની કાપડની નિકાસ પર 10 ટકા સુધીની ટેરિફ દૂર કરવાની શક્યતા ભારતીય નિકાસકારો માટે બાંગ્લાદેશી નિકાસકારોને પાછળ છોડી દેવાનું શક્ય બનાવશે. ભારતના ગારમેન્ટ ટેક્સટાઇલ નિકાસકારો બાંગ્લાદેશના નિકાસકારો સાથે સીધી સ્પર્ધા કરી શકશે. પરંતુ ચીન હજુ પણ ભારત કરતાં સસ્તા ભાવે નિકાસ કરતું હોવાથી તેણે તેની સામે સ્પર્ધા કરવી પડે છે.

(બોક્સ)

નિકાસકારોએ યુરોપિયન યુનિયનના કડક નિયમોનું પાલન કરવું પડશે

ટેક્સટાઇલ સેક્ટરના નિકાસકારોનું કહેવું છે કે ભારતીય નિકાસકારોએ યુરોપિયન યુનિયનના દેશોના કડક નિયંત્રણોની કસોટીમાંથી પસાર થવું પડશે. પર્યાવરણીય નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ઉપરાંત, જો તેઓ બાળ મજૂરી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરે છે, તો તેમની નિકાસ બંધ થવાની સંભાવના છે. જોખમી રસાયણોનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. સાથે જ કાર્બન ઉત્સર્જનના ધોરણોનું પણ પાલન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related