ઇઝરાયેલના વિદેશ પ્રધાન ગિદિયોન સારે ગુરુવારે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાત કરી અને તેમને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વિશે માહિતી આપી. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, “અમે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત સાથેની અમારી વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને મહત્ત્વ આપીએ છીએ.” સારે કહ્યું કે તેમણે ભારતીય મંત્રીને ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલના ઓપરેશનમાં થયેલા વિકાસ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું, “મેં કહ્યું હતું કે (ઈરાની) શાસન હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકા આતંકવાદને અંજામ આપી રહ્યું છે. આ કોઈ અમેરિકન અથવા ઈઝરાયેલનો મુદ્દો નથી, આ વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરતી મૂળભૂત સમસ્યા છે. જો આ ગંભીર ઘટના પર હવે ધ્યાન આપવામાં ન આવે તો તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે.”